<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

પોરબંદરમાં ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે ૧૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત

સર્વોદય વનનું મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે લોકાર્પણ સમારંભમા કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્‍યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી શીતલબેન ઓડેદરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર શ્રી સાગરભાઈ મોદી, જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, રાજ્‍યસભા સાંસદ શ્રી જીતેન્‍દ્રભાઈ કણઝરીયા, પૂર્વ વન મંત્રી અને ખંભાળિયાના ધારાસભ્‍યશ્રી મુળુભાઈ બેરા, કુતિયાણાના ધારાસભ્‍યશ્રી કાંધલભાઈ જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખરીયા, રાજ્‍યસભાના પૂર્વ સાંસદશ્રી રામભાઈ મોકરીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી તેમજ વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧ : મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ ગાંધી જયંતી અવસરે ગાંધી વંદના તથા ૧૦૦ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત માટે આજે સાંજે પોરબંદર આવી રહયા છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પોરબંદરમાં બે દિવસનું રોકાણ કરશે. આવતીકાલે ગાંધી જયંતીએ કીર્તીમંદીરમાં યોજાનાર સર્વધર્મ પ્રાર્થનાસભામાં ઉપસ્‍થિત રહેશે.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તા.૧ અને ૨ ઓક્‍ટોબરના રોજ પોરબંદર જિલ્લાના પ્રવાસે આવી રહયા  છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પોરબંદર ખાતે ૨૫ માં સાંસ્‍કળતિક વન સર્વોદયવનનું લોકાર્પણ આજે બપોરે કરશે. તા. ૨ ઓક્‍ટોબરના રોજ મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતી નિમિત્તે મુખ્‍યમંત્રીશ્રી પ્રાર્થનાસભામાં સહભાગી થશે.

પોરબંદર જિલ્લાના વિકાસ અને લોકકલ્‍યાણ સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ આગામી તા. ૧ અને ૨ ઓક્‍ટોબરના રોજ પોરબંદર જિલ્લાની મુલાકાત અને  મુખ્‍યમંત્રીશ્રીના ઙ્કવાસને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અને આયોજન અંગે જિલ્લા કલેક્‍ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્‍ટર શ્રી એસ. ડી. ધાનાણીના અધ્‍યક્ષસ્‍થાને  યોજાયેલ પત્રકાર પરિષદમાં માહીતી અપાઇ હતી.

જિલ્લા કલેક્‍ટર શ્રી એસ. ડી. ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ગુજરાત રાજ્‍યના ૨૫મા સાંસ્‍કળતિક વન તરીકે પોરબંદરમાં નિર્માણ પામેલા ‘સર્વોદય વન'નું લોકાર્પણ કરવા મુખ્‍યમંત્રીશ્રી તા. ૧ ઓક્‍ટોબરના રોજ સંભવત સમય સાંજે ૪.૦૦ કલાકે પોરબંદર પધારશે તેમજ જ્‍યાં જ વન વિભાગના વિવિધ નવા વાહનોને ફ્‌લેગ ઓફ આપશે.

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે સર્વોદયવનનું લોકાર્પણ બાદ સાંજે ૪.૩૦થી ૫.૩૦ કલાક દરમિયાન ઓડદર ખાતે મુખ્‍ય સભા યોજાશે. આ પ્રસંગે વન વિભાગની ડોકયુમેન્‍ટ્રી ફિલ્‍મોનું પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાંત વન વિભાગ તથા વિચરતી-વિમુક્‍ત જાતિના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવશે. આ સાથે અંદાજે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે વિવિધ ૧૪થી ૧૫ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત પણ મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે સંપન્ન થશે.

આવતીકાલે તા. ૨ ઓક્‍ટોબર, ગાંધી જયંતીના દિવસે સવારે ૮.૦૦થી ૯.૦૦ કલાક દરમિયાન કીર્તિ મંદિર ખાતે યોજાનારી સર્વધર્મ પ્રાર્થના સભામાં મુખ્‍યમંત્રીશ્રી ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ મહેસૂલ વિભાગ દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા' અભિયાન અંતર્ગત શીતલા ચોક ખાતે યોજાનાર સફાઈ કાર્યક્રમમાં પણ તેઓ સહભાગી બનશે.

જિલ્લા કલેક્‍ટરશ્રીએ જિલ્લાના નાગરિકોને મુખ્‍યમંત્રીશ્રીના પ્રવાસ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી સહભાગી થવા આમંત્રણ એક યાદીમાં પાઠવ્‍યું છે.

સર્વોદય વનનું મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે લોકાર્પણ સમારંભમાં મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, માન. કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્‍યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી શીતલબેન ઓડેદરા, મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, રાજ્‍યસભા સાંસદ  જીતેન્‍દ્રભાઈ કણઝરીયા, પૂર્વ વન મંત્રી અને ખંભાળિયાના ધારાસભ્‍ય મુળુભાઈ બેરા, કુતિયાણાના ધારાસભ્‍યશ્રી કાંધલભાઈ જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખરીયા, રાજ્‍યસભાના પૂર્વ સાંસદશ્રી રામભાઈ મોકરીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી તેમજ વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે.

(12:11 PM IST)