News of Thursday, 26th November 2026
જામનગરમાં ABVP ગુજરાત પ્રદેશના 58મા પ્રદેશ અધિવેશન કાર્યાલયનું ઉદ્ઘાટન : આગામી જાન્યુઆરીમાં યોજાશે ત્રિદિવસીય અધિવેશન
સુમેર ક્લબ રોડ પર સેન્ટર પોઈન્ટ ખાતે કાર્યાલયનો શુભારંભ : પ્રદેશ અધ્યક્ષ ડો. લક્ષ્મણભાઈ ભૂતડિયા અને પ્રદેશ મંત્રી દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ વિશેષ ઉપસ્થિત, 8 થી 10 જાન્યુઆરી દરમિયાન જામનગરમાં યોજાશે અધિવેશન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 26 : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ગુજરાત પ્રદેશના આગામી 58મા પ્રદેશ અધિવેશનના આયોજનના ભાગરૂપે જામનગર ખાતે પ્રદેશ અધિવેશન કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જામનગરના સુમેર ક્લબ રોડ પર આવેલા સેન્ટર પોઈન્ટ ખાતે (SBI બેંકની ઉપર, પ્રથમ માળે) આ કાર્યાલયનો શુભારંભ કરાયો હતો, આ ઉદ્ઘાટન સમારોહમાં ABVP ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ડો. લક્ષ્મણભાઈ ભૂતડિયા અને પ્રદેશ મંત્રી દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશ અકબરી, અગ્રણી જીતુભાઈ લાલ, ભાવેશભાઈ ગગીયા તેમજ 58મા પ્રદેશ અધિવેશનના વ્યવસ્થા પ્રમુખ ડો. કિશોરભાઈ નડિયાપરા, જામનગર નગર અધ્યક્ષ પ્રા. મનીષભાઈ ચતવાણી અને નગર મંત્રી રાજવીર ગઢવી સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, આ અંગે માહિતી આપતા ABVP ગુજરાતના પ્રદેશ સહમંત્રી ઋત્વિક ભીલાએ જણાવ્યું હતું કે, જામનગરમાં આગામી જાન્યુઆરી માસની 8 થી 10 તારીખ દરમિયાન ત્રિદિવસીય 58મું પ્રદેશ અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, આ અધિવેશનની તૈયારીઓ અને આયોજનને વેગ આપવા માટે શરૂ કરાયેલા આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ABVPના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.(તસ્વીર: કિંજલ કારસરિયા-જામનગર)
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
