News of Friday, 3rd July 2026
બે ભાઇઓ ઇમરાન-ઇદ્રીશને બાઇક સહિત કારથી ઉલાળી ધોકા ફટકારી ફાયરીંગઃ હત્યાનો પ્રયાસ
ઇમરાન માલાણીને સારવાર માટે રાજકોટ અને તેના પિત્રાઇ ભાઇ ઇદ્રીશને મોરબી ખસેડાયોઃ બે મહિના પહેલા ઇમરાનને જેડા પરિવારના લગ્નપ્રસંગ નજીક માથાકુટ થઇ હોઇ તેનું મનદુઃખ કારણભુતઃ દિનમહમદ, ગુલામ, જાવેદ, જાકીર સામે ગુનો દાખલ માળીયા મિંયાણાનાથી મોબાઇલ રીપેર કરાવી બે કુટુંબી ભાઇ જખરીયા વાંઢ તરફ જતા'તા ત્યારે રસ્તામાં ૪ શખ્સો તૂટી પડયા

રાજકોટ તા. ૩: માળીયા મિંયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતાં બે પિત્રાઇ ભાઇના બાઇકને ગામના વાડી વિસ્તરમાં કારથી ઠોકરે ચડાવી બંનેને પછાડી દઇ ધોકાથી હુમલો કરાયા ભાગી રહેલા એક ભાઇ પર ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. બંને ભાઇઓ ચાર શખ્સના હુમલા-ફાયરીંગમાં ઘાયલ થતાં એકને મોરબી અને બીજાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બે મહિના પહેલા જેડા પરિવારના લગ્ન પ્રસંગના સ્થળ પાસે જખરીયાના યુવાનને બાઇક હંકારીને નીકળ્યો ત્યારે બાળકી વચ્ચે આવી જતાં બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી આ હુમલો કરાયાનું જણાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ માળીયા મિંયાણાના ઝખરીયા ગામે રહેતો ઇમરાન અબ્બાસભાઇ માલાણી (ઉ.વ.૧૮) ગઇકાલે સાંજે સાતેક વાગ્યે તેના કાકાના દિકરા ઇદ્રીશ જાકમભાઇ માલાણી (ઉ.વ.૩૦)ને બાઇકમાં બેસાડી માળીયા ગયો હતો. બાદમાં બંને ભાઇ પોતાના ઘરે જતાં હતાં ત્યારે જખરીયા ગામના વાડી વિસ્તારમાં પહોંચતા તેના જ ગામના દિનમહમદ, ગુલામ , જાવેદ, જાકીર કાર લઇને આવ્યા હતાં અને કારથી બાઇકને ઉલાળી દઇ બંને ભાઇઓને પછાડી ધોકાથી માર મારી ફાયરીંગ કરતાં બંનેને ઇજા થઇ હતી. ઇદ્રીશને મોરબી અને ઇમરાનને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઇમરાન બે બહેન અને ત્રણ ભાઇમાં નાનો અને અપરિણીત છે. તે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેના પિતા ખેતી કરે છે. ઇમરાને કહ્યું હતુ કે બે મહિના પહેલા જેડા પરિવારમાં લગ્નપ્રસંગ હોઇ પોતે બાઇક લઇને ત્યાંથી નીકળ્યો ત્યારે એક બાળકી અચાનક દોડતી આવતાં તે બાઇકની ઠોકરે ચડતાં ચડતાં બચી ગઇ હતી. આ વખતે જેડા પરિવારના લોકો સાથે પોતાને માથાકુટ થઇ હતી. આ બાબતનો ખાર રાખી હુમલો કરાયો હતો. આ બનાવમાં માળીયા મિંંયાણા પોલીસે મોરબી સારવાર માટે દાખલ થયેલા ઇદ્રીશ જાકમભાઇ માલાણી (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી માળીયાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતાં દિનમહમદ જુનુસ જેડા, ગુલામ જુનુસ જેડા, જાવેદ અમરૂદ્દીન જેડા અને જાકીર આમદ જેડા વિરૂધ્ધ બાઇકને કારથી ઠોકરે ચડાવી ઇદ્રીશ અને તેના પિત્રાઇ ભાઇ ઇમરાનને પછાડી દઇ ધોકાથી બંનેને માર મારી બાદમાં ફયારીંગ કરી ઇજાઓ કરી હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધ્યો છે. ઇદ્રીશ માલાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારા કાકાનો દિકરો ઇમરાન માલાણી બાઇક નં. જીજે૩૬એએમ-૪૭૨૦ લઇને મળાીયા ગામમાં મારો મોબાઇલ રીપેર કરાવવા ગયા હતાં. આ બાઇક મારોઇ ભાઇ ઇમરાન ચલાવતો હતો. અમે પરત ઘરે આવતાં હતાં ત્યારે માળીયાથી બે કિ.મી. દોર ડામર પટ્ટી રોડ પર પહોંચતા અમારી સામે સફદે રંગની સ્વીફટ કાર આવી હતી. જેમાં દિનમહમદ, ગુલામ, અમરૂદીન, આમદ હતાં. આ લોકોએ અમને જતાં જોઇ કાર પાછળ વાળી હતી અને અમારા વાહનની પાછળ ભગાવી ભટકાડી દીધી હતી. આ કારણે હું અને મારો ભાઇ ઇમરાન બાઇક સહિત ફેંકાઇ ગયા હતાં. બાદમાં કારમાંથી દિનમહમદ સહિત ચારેયએ ઉતરીને ધોકાથી હુમલો કરી અમને બંને ભાઇને માર મારતાં અમે પડી ગયા હતાં. આ પછી મારો ભાઇ ઇમરાન ખેતર તરફ ભાગતાં દિનમહમદ અને ગુલામ બંદુક લઇ પાછળ દોડયા હતાં અને ઇમરાનને મારી નાખવાના ઇરાદે તેના ઉપર ફાયરીંગ કર્યુ હતું. બાદમાં આ ચારેય કાર લઇને ભાગી ગયા હતાં. ઇમરાનને પગમાં બંદુકના છરા ખુંપી જવાથી અને હાથમાં ધોકાના મારથી ઇજા થઇ હતી. મને પણ મુંઢ માર લાગ્યો હતો. આ બનાવ બાદ ઇમરાને તેના પિતાને ફોન કરતાં તે અને અમારા મોટા બાપુ સહિતના લોકો આવી ગયા હતાં અને અમને બંને ભાઇઓને મોરબી હોસ્પિટલમાં ખસેડયા હતાં. મને મોરબી દાખલ કરાયો હતો, ઇમરાનને બંદુકના છરા પગમાં ખુંપી ગયા હોઇ રાજકોટ લઇ જવાનું કહેવાતાં તેને ત્યાં લઇ જવાયો હતો.
ઇદ્રીશે ફરિયાદમાં હુમલાનું કારણ જણાવતાં કહ્યું છે કે મારા કાકાના દિકરા ઇમરાન તથા મયુદ્દીન સાથે બે મહિના પહેલા એક લગ્ન પ્રસંગમાં દિનમહમદ જેડા અને ગુલામ જેડા સાથે બોલાચાલી થઇ હતી. એ વખતનું મનદુઃખ ચાલતું હોઇ ખાર રાખી અમને બંને ભાઇને બાઇક સહિત કારની ઠોકરે ચડાવી પછાડી દઇ ધોકાથી માર મારી બાદમાં મારા ભાઇ ઇમરાન પર ફાયરીંગ કરી ઇજા પહોંચાડી હતી. પીએસઆઇ પી. કે. સોધમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
