તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Friday, 31st July 2026
જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય : ભારે વરસાદની આગાહીને પગલે નવી જણસીઓની આવક બંધ
હાલમાં યાર્ડમાં આવેલી જણસીઓની હરાજી આવતીકાલે નિયમિત રીતે થશે : વાતાવરણ ચોખ્ખું થયા બાદ આગળની જાહેરાત કરાશે : ખેડૂતોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ

( મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર: હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની કરવામાં આવેલી અગાહીને ધ્યાનમાં રાખીને જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ અને આગોતરો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા આજથી જ તમામ ખેડૂતોને નવી જણસીઓ વેચાણ અર્થે યાર્ડ પરિસરમાં ન લાવવા માટે ખાસ અપીલ અને સૂચના જારી કરવામાં આવી છે.
હવામાનમાં સર્જાયેલા પલટા અને ભારે વરસાદની શક્યતાઓને પગલે ખેડૂતોનો માલ પલળીને બગડી ન જાય તેવા હેતુથી આ નિર્ણય લેવાયો છે. યાર્ડ તંત્રએ સ્પષ્ટતા કરી છે કે જે જણસીઓ હાલમાં યાર્ડમાં આવી ચૂકી છે તેની હરાજીની કામગીરી આવતીકાલે નિયમિત સમયપત્રક મુજબ જ ચાલુ રાખવામાં આવશે.
વાતાવરણ સંપૂર્ણપણે સામાન્ય અને ચોખ્ખું થયા બાદ માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા નવી સત્તાવાર જાહેરાત કરીને જણસીઓની આવક પુનઃ શરૂ કરવામાં આવશે. ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની અનાવશ્યક મુશ્કેલી અને આર્થિક નુકસાનથી બચવા માટે માર્કેટિંગ યાર્ડની સૂચનાઓનું કડકપણે પાલન કરવા અને સાથ-સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
