તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
પૂર્વ કચ્છના ગાગોદર ગામે ચાઇના ક્લેનું ગેરકાયદે ખનન ઝડપાયુ : રૂ.૪.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત
ફ્લાઈંગ સ્ક્વોડની કાર્યવાહી, એક હિટાચી એક્સકેવેટર સહિત ૧૪ ડમ્પર સીઝ કરાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭ : પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના ગાગોદર ગામની સીમમાં ગુરુવારે સવારે ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે દરોડો પાડી ચાઇના ક્લેનું ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું હતું. કાર્યવાહી દરમિયાન એક હિટાચી એક્સકેવેટર મશીન અને ૧૪ ખાલી ડમ્પર સહિત કુલ રૂ. ૪.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો હતો.
કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભુજની મદદનીશ નિયામક, ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે ખાનગી વાહનમાં સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતાં ગેરકાયદે ખનન થતું હોવાનું બહાર આવ્યું હતું. ખનન માટે ઉપયોગમાં લેવાતું એક્સકેવેટર અને ખનિજ ભરવા આવેલા ૧૪ ડમ્પરને અટકાવી તમામ વાહનો તથા મશીનરી જપ્ત કરવામાં આવ્યાં હતાં.
જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે મુકાવવામાં આવ્યો હોવાનું ખાણ-ખનિજ વિભાગ દ્વારા જણાવાયું હતું. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
