તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
ભુજમાં સરકારી જમીન પચાવી પાડીને લુખ્ખાઓએ કરેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું:54 લાખની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ.
ઓધવ વંદના સોસાયટીના 4 શખ્શો દ્વારા કરાયેલું દબાણ દૂર કરાયું. નૂરમામદ અજડિયા, અરમાન અજડિયા, ઈરફાન અજડીયા અને શબ્બીર હુશેન અજડીયાના દબાણ સામે કાર્યવાહી

કચ્છના ભુજમાં સરકારી જમીન પચાવી પાડીને તેના પર લુખ્ખાઓએ કરેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે . ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્શોનું ગેરકાયદે દબાણ દૂર કરાયું છે. ભુજ સિટી એ ડિવિઝન વિસ્તારમાં સરકારી જમીન પરથી દબાણ હટાવાયું છે અંદાજે 54 લાખની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ છે . આશરે 450 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ છે. ઓધવ વંદના સોસાયટીના 4 શખ્શો દ્વારા કરાયેલું દબાણ દૂર કરાયું હતું . નૂરમામદ અજડિયા, અરમાન અજડિયા, ઈરફાન અજડીયા અને શબ્બીર હુશેન અજડીયાના દબાણ સામે કાર્યવાહી હાથધરાઈ હતી . પશ્ચિમ કચ્છ LCB અને મહેસૂલ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી . મામલતદારનાં હુકમ બાદ દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ છે પોલીસ બંદોબસ્ત સાથે સરકારી જમીન દબાણમુક્ત કરાવાઈ છે .
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
