<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

જામનગરના બંગલા વાડી વિસ્‍તારમાં કોંગ્રેસ ઉમેદવાર અલ્‍તાફ ખફીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

ગુજસીટોકમાં સંડોવાયેલ પૂર્વ વિપક્ષી નેતાના ૧૨૦૦૦ ફૂટના બાંધકામ ઉપર ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે ડિમોલેશનની કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩ :..  જામનગરના બંગલા વાડી વિસ્‍તારમાં ગુજસીટોકમાં સંડોવાયેલ પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કોંગ્રેસના ઉમેદવાર અલ્‍તાફ ખફી અને તેની ટોળકી દ્વારા ૧૨૦૦૦ ફૂટમાં ગેરકાયદેસર કરવામાં આવેલ બાંધકામ ઉપર આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સીટી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ચુસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે તંત્ર દ્વારા આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્‍યું હતું. સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી વચ્‍ચે કોંગ્રેસના ઉમેદવારના ગેરકાયદે બાંધકામ ઉપર થયેલી આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. (તસ્‍વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(11:31 AM IST)