તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 4th November 2026
ICA ગ્લોબલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનું ખેતી બેંક ખાતે સન્માન

જુનાગઢઃ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ના ગ્લોબલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવવા બદલ ઇફ્કોના ચેરમેન અને સહકારી ક્ષેત્રના અગ્રણી દિલીપભાઈ સંઘાણીનું અમદાવાદ સ્થિત ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ. (ખેતી બેંક)ની વડી કચેરી, આશ્રમરોડ, અમદાવાદ ખાતે સ્વાગત સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહનું આયોજન ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દિલીપભાઈ સંઘાણીને વિશાળ પુષ્પહાર પહેરાવી અને મોમેન્ટો અર્પણ કરી તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થયેલી સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. દિલીપભાઈ સંઘાણીએ બેંકની વડી કચેરીના પ્રાંગણમાં સ્થાપીત બેંકના સ્થાપક ચેરમેન પદ્મશ્રી ઉદયભાણસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ પાઠવી હતી.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
