News of Wednesday, 25th November 2026
માણાવદર નવનાલા પુલ ઉપર નીચી પારી હોય અકસ્માત થશે તો ૫૦ ફૂટ નીચે વાહન ખાબકશે

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદરઃ શહેર ના એક માત્ર ૧૦૦ વર્ષ પહેલા રાજાશાહી વખતે બનેલો નવનાલા પુલ અનેક વર્ષો પછી પણ ઇતિહાસ ની મૂક સાક્ષી પૂરતો અને અનેક યુદ્ધ પછી અડીખમ ઊભો છે બાબી વંશ ના નવાબી શાસકો એ કરેલા પ્રજાલક્ષી કામ આજે પણ અડીખમ છે આ પુલ માં નવનાળાં બનાવેલા છે જેથી તેનું નવનાલા પુલ તરીકે ઓળખાય છે પોરબંદર, રાજકોટ જૂનાગઢ સોમનાથ જિલ્લાનામુખ્ય મથકો જોડતો આ પુલ છે અને એક માત્ર પુલ છ ે પુલ ઉપર રાજાઓ બેસતા હાલમાં ઉનાળા માં હવા ખાવા ની અને મોજ લેવા માટે આમ જનતા બેસે છે
આ પુલ ની બને બાજુ મોટી દિવાલ હતી તે અકસ્માત વખતે તૂટી જતા નાના પાણા ની દીવાલ બની ઉપર થી આ રોડ ઉપર રૉડ કરી દેવામાં આવ્યા જેથી ઊંચો થયો દીવાલ નીચી થઈ જેથી સુરક્ષા માટે દીવાલ નીચી થઈ અને વાહન ચાલકો સ્કૂલે જતી બસો નાના બાળકો વાહન ચાલકો માટે નીચી દિવાલ મોટા અકસ્માત તેવી શકયતા છે
આ પુલ ઉપર સેફ્ટી દિવાલ તેમજ મોટી પોહળી દીવાલ કરવા માંગ ઉઠવા પામી છે રોડ ઉપર રોડ થતા રોડ ઊંચો થઈ ગયો દીવાલ તૂટી હતી તે સિંગલ થયી ગયી માટે પેહલા જેવી ઊંચી સુરક્ષા માટે દીવાલ બનાવો જો આમ બેદરકારી દાખવી તો સામૂહિક મોત નું તાંડવ ખેલાશે કારણ કે પુલ ઉપર થી નીચે નું અંતર આશરે ૫૦ ફૂટ થી વધુ છે અને નીચે કાર્બીન પથ્થરો છે જેમાં બચવું મુશ્કેલ છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
