News of Wednesday, 22nd April 2026
ભુજના ગૌવંશ સેવાધામ ખાતે ખોડિયાર માતાજી મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
તા.૨૩ અને ૨૪ એપ્રિલે શાસ્ત્રોક્ત વિધિ સાથે કાર્યક્રમ: દાતાઓના સહયોગથી મંદિરનું નિર્માણ

(વિનોદ ગાલા દ્વારા))ભુજ, તા.૨૨ : શ્રી અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા ભારાપર સીમ વિસ્તારમાં રખડતા ભટકતા ગૌવંશ માટે નવનિર્માણ પામી રહેલા આશ્રય સ્થાન ગૌવંશ સેવાધામ ખાતે ખોડિયાર માતાજીના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે.
સનાતન હિંદુ સંસ્કૃતિમાં દેવ-દેવીઓ અને સ્થાપિત દેવોનો ખૂબ મહિમા વર્ણવાયો છે. સેવાના ભાવ ધરાવતા લોકો સામુહિક રીતે આવા કાર્યમાં સહભાગી થતા હોય છે. ગૌવંશ સેવાના ઉમદા ભાવ સાથે નિર્મિત આ સંકુલમાં આઈ શ્રી ખોડિયાર માતાજીના નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મંદિરના નિર્માણનો લાભ ઉદારદિલ દાતા અને મહિલા આગેવાન શ્રીમતી કમલબેન તુલસીદાસ જોષીએ લીધો છે. જ્યારે અન્ય દેવ મૂર્તિઓનો લાભ અમદાવાદના શ્રીમતી હેમલતાબેન નવીનચંદ્ર રાજગોર દ્વારા લેવામાં આવ્યો છે. મંદિરમાં જરૂરી રોજબરોજની પૂજાપા સહિતની સામગ્રીઓનો લાભ સ્વ.હિરેનભાઈ મહેતાની સ્મૃતિમાં શ્રીમતી ઈલાબેન હિરેનભાઈ મહેતા ભુજ એ લીધો છે.
નૂતન મંદિરમાં હિંદુ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ તા.૨૩ અને ૨૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સૌ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
