તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
જૂનાગઢ જિલ્લાના નવનિયુક્ત કલેકટર તરીકે આઈએએસ યોગેશ ચૌધરીએ સંભાળ્યો પદભાર
પ્રવાસન વિકાસ અને યોજનાઓના પારદર્શક અમલીકરણને અપાશે પ્રાધાન્ય : કેન્દ્ર-રાજ્યની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવો પ્રાથમિકતાઃ કલેકટર, ગિરનાર-સાસણ સહિતના નૈસર્ગિક સ્થળોના વિકાસ માટે કરાશે પ્રયાસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૩:શજૂનાગઢ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર તરીકે આઈએએસ અધિકારી યોગેશ ચૌધરીએ આજે વિધિવત રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળ્યા બાદ કલેકટર શ્રી ચૌધરીએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનું પારદર્શક અને સુદ્રઢ રીતે અમલીકરણ કરવું તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને મળવાપાત્ર સુવિધા અને લાભો સમયસર મળી રહે તે તેમની પ્રાથમિકતા રહેશે.
કલેકટર શ્રી ચૌધરીએ વધુમાં ઉમેર્યું કે, જૂનાગઢ ધાર્મિક નગરી તરીકે અને સમગ્ર જિલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ આગવી ઓળખ ધરાવે છે. કુદરતી સંપદાઓથી સમળદ્ધ આ જિલ્લામાં ગિરનાર, સાસણ વગેરે નૈસર્ગિક સ્થળો આવેલા છે. ઉપરાંત જિલ્લો દરિયાઈ સરહદ પણ ધરાવે છે. ત્યારે જિલ્લાના પ્રવાસન વિકાસને વેગ મળે તે માટેના વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૧૬ની બેચના આઈએએસ અધિકારી યોગેશ ચૌધરી આ પહેલા નવરચિત વાપી મહાનગરપાલિકાના કમિશનર, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ., ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને પヘમિ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરના પદ ઉપર કુશળ વહીવટી સેવાઓ આપી ચૂકયા છે.
શ્રી ચૌધરીએ એમ.બી.એ. અને બી.ટેક. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરેલો છે. તેમના વહીવટી અનુભવ અને ટેક્રિકલ શિક્ષણનો લાભ જૂનાગઢ જિલ્લાના વિકાસમાં મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
