તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
જામજોધપુરના નારયેરી નેશ ખાતે આઈ શ્રી આવળ માતાજીના મંદિરે જામનગર જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખના દર્શને
જિલ્લાના વિકાસ અને જનસુખાકારી માટે લીધા આશીર્વાદ: ગૌશાળાની મુલાકાત લઈ ગૌમાતાનું પૂજન કર્યું, ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૮ : જામનગર જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રંજનબેન જીવાણી (ડી. જીવાણી) અને ઉપપ્રમુખ પરેશભાઈ હિરપરાએ જામજોધપુર તાલુકાના નારયેરી નેશ ખાતે આવેલા સુપ્રસિદ્ધ આઈ શ્રી આવળ માતાજીના મંદિરે ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા.
નવનિયુક્ત હોદ્દેદારોએ આઈ શ્રી વાલબાઈ માતાજીના દર્શન કરી શીશ ઝુકાવી જિલ્લાના વિકાસ અને જનસુખાકારી માટે ખાસ આશીર્વાદ મેળવ્યા હતા. માતાજીના દર્શન બાદ બંને મહાનુભાવોએ નારયેરી નેશ ખાતે આવેલી સ્થાનિક ગૌશાળાની વિશેષ મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ ગૌમાતાનું પૂજન-અર્ચન કરી ગૌશાળાની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ ધાર્મિક અને સેવાકીય પ્રસંગે જિલ્લા અને તાલુકાના ભાજપના પૂર્વ તેમજ વર્તમાન હોદ્દેદારો અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ હર્ષદીપભાઇ સુતરિયા, પૂર્વ જામજોધપુર તાલુકા ભાજપ પ્રમુખ જે.ટી. ડોડીયા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જેઠાભાઇ મોરી, જામજોધપુર તાલુકા ભાજપ પ્રમુખ ભાગ્યેશભાઇ માણસુરીયા, જામનગર જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ડી.ડી. જીવાણી, તાલુકા પંચાયત સદસ્ય દેવાભાઇ પરમાર તથા આઈ માતાના સેવક સાગરભાઈ સહિતના આગેવાનો જોડાયા હતા.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
