<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

અમરેલીના બાબરામાં પત્નીની હત્યા બાદ પતિએ આત્મહત્યા કરી હોવાની આશંકા

બાબરાની ખોજા શેરીમાં આવેલા મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો:પત્નીની હત્યા કર્યા બાદ પતિ ધોલેરાના કાદીપુર પહોંચ્યો જ્યાં પુત્ર સાથે આપઘાત કર્યો

અમરેલીઃ બાબરામાં પત્નીની હત્યા બાદ પતિએ આત્મહત્યા કરી હોવાની આશંકા છે. બાબરાની ખોજા શેરીમાં આવેલા મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાની બોથડ પદાર્થથી હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. પ્રાથમિક વિગતો મુજબ, પત્નીની હત્યા કર્યા બાદ પતિ ધોલેરાના કાદીપુર પહોંચ્યો હતો, જ્યાં પુત્ર સાથે આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા મહિલાની હત્યાના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જોકે, સમગ્ર ઘટનાની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

(6:30 PM IST)