તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી લાશ રેલ્વે ટ્રેક ઉપર મૂકી દિધી
જેતપુરના કાગવડ-પીઠડીયા રેલ્વે ટ્રેક ઉપર અજાણી યુવતીની મળેલ લાશમાં મર્ડર મિસ્ટ્રી નીકળી ફોનમાં બીજા સાથે વાત કરે છે તેવી શંકા કરી ઝઘડામાં પત્ની દક્ષાનું ગળુ દબાવી પતાવી દિધીઃ વિરપુર પોલીસે પતિ દિપક શિંગારને દબોચી લીધો રેલ્વે ટ્રેક ઉપર લાશ મૂકી ત્યારે પત્નીના શ્વાસ ચાલતા હોય પતિએ માથા ઉપર પથ્થર ઝીંકયોઃ બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો પણ ફોરન્સીક રીપોર્ટમાં ભાંડો ફુટી ગયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ર૦: જેતપુરના પીઠડીયા અને કાગવડ વચ્ચે રેલવે ટ્રેક પરથી એક અજાણી યુવતીનો માથામાં ઇજા સાથેનો મળી આવેલો મળતદેહ મળી આવેલ જે સામાન્ય અકસ્માત કે આત્મહત્યા નહીં પરંતુ એક સુનિયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું છે. ટ્રેન ડ્રાઇવરની સતર્કતાથી શરૂ થયેલી આ તપાસના તાર જ્યારે ફોરેન્સિક પીએમ સુધી પહોંચતા મોટો ખુલાસો થયો હતો અને આ બનાવનો ભેદ ઉકેલતા વીરપુર પોલીસે પત્નીની હત્યામાં પતિની અટકાયત કરી હતી.
પીઠડીયા અને કાગવડ વચ્ચેના રેલવે ટ્રેક પર મોડી રાત્રીના સમયે પસાર થઈ રહેલી ટ્રેનના લોકો પાયલટ (ડ્રાઇવર) ને ટ્રેક પર કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ પડી હોવાનું નજરે પડતા તુરંતજ ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને થોભાવી દીધી હતી. ડ્રાઇવર ટ્રેનમાંથી નીચે ઉતરીને તપાસ કરવા જતા ત્યાં એક અજાણી યુવતીનો માથાના ભાગે ઇજા પામેલો મળતદેહ મળી આવ્યો હતો. આ બાબતની ગંભીરતા સમજીને ડ્રાઇવરે તુરંત જ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી, જેના પગલે જેતલસર રેલવે પોલીસની સૂચનાથી ડ્રાઇવરે મળતદેહને જેતલસર જંકશન પોલીસ સ્ટેશન સુધી લઈ જઈ ત્યા રેલ્વે પોલીસને મળતદેહ સોંપી આપેલ. બાદમાં બનાવ વીરપુર પોલીસની હદમાં આવતો હોવાથી રેલવે પોલીસ પાસેથી વીરપુર પોલીસે મળતદેહનો કબજો મેળવી પ્રાથમિક તપાસ અર્થે તેને પહેલા જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન વીરપુર પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્રિકલ સોર્સની મદદથી અજાણી મહિલાની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કરતા તે મળતક મહિલા મધ્યપ્રદેશની વતની અને પતિ સાથે ખેત મજૂરી કરતી દક્ષાબેન દિપકભાઈ સેંગાર (ઉંમર વર્ષ ૨૦) હોવાનું માલુમ પડેલ. જેઓ હાલ કાગવડ ગામની સીમ વિસ્તારમાં રહીને પરીવાર સાથે ખેત મજૂરીનું કામ કરતા હતા.
જેથી પોલીસે મળતક મહિલાના પતિ દીપક પ્રતાપભાઇ સિંગરને પોલીસ સ્ટેશને લાવી મળતક વિશે તપાસ હાથ ધરેલ દરમ્યાન દક્ષાબેનનું રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી કે તેનું મળત્યુ ટ્રેનની અડફેટે આવવાથી નહીં, પરંતુ ગળું દબાવીને શ્વાસ રોકી દેવાથી ઘાતકી રીતે થયું છે. ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થતાં જ પોલીસની શંકાની સોય મળતકના પતિ દિપક તરફ ગઈ હતી. પોલીસે મળતકના દિપકને સકંજામાં લઈ તેની આકરી અને ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી, જેમાં આખરે પોલીસના સવાલો સામે દિપક ભાંગી પડ્યો હતો અને પોતે જ પોતાની પત્નીનું ગળું દબાવી હત્યા કરી મળતદેહ રેલ્વે ટ્રેક પર રાખ્યો હોવાની કબૂલાત કરેલ.
મળતક દક્ષાબેનના પિતા સમીરભાઈ ભુરીયાએ વીરપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી કે તેની પુત્રીના લગ્ન આજથી છ એક મહિના પૂર્વે દિપક સાથે થયા હતાં. અને શરુઆતથી દિપક તેણી પર શંકાકુશંકા કરી દારૂ પિ ને મારમારતો હોય તેમજ ફોન ઉપર બીજા સાથે વાત કરતી હોવાની શંકા રાખી ગતરાતે દક્ષા સાથે બોલાચાલી થતા દીપકે ગળું દબાવી હત્યા નિપજાવી લાશને રેલ્વે ટ્રેક પર લઈ ગયો ત્યારે તેણીનો શ્વાસ ચાલતો હોવાનું માની તેણીના માથા પર પથ્થર મારી મળતદેહ રેલ્વે ટ્રેક પર રાખી નાશી ગયો હોવાનું દીપકે તેના પિતા ઙ્કતાપભાઈને વાત કરેલ જે વાત ઙ્કતાપભાઈએ દક્ષાબેનના પિતા સમીરભાઈને કરેલ જેથી દક્ષાની હત્યા કરવાનો ગુન્હો નોંધાવેલ.
દક્ષાની હત્યા કરી આત્મહત્યામાં ખપાવી દેવા દીપકે શૈતાની દિમાગ લગાવ્યું હતું. પરંતુ મળતદેહ રેલ્વે ટ્રેક પર રાખવાની ઉતાવળમાં દક્ષાના માથાનો થોડો જ ભાગ ટ્રેક પર રાખ્યો બાકીનું શરીર ટ્રેક બહાર પડેલ હોય રાત્રીના એક વાગ્યે નીકળેલ ગાંધીનગર-વેરાવળ ટ્રેનના ડ્રાઇવરને કંઇક શંકાસ્પદ વસ્તુ ટ્રેક પર પડી હોવાનું દેખાતા તેમણે જેતલસર રેલ્વે સ્ટેશને જાણ કરી હતી. જેથી રેલ્વે પોલીસે ત્યારબાદ આવતી બાંદ્રા-વેરાવળ ટ્રેનના ડ્રાઇવરને આ સંદેશો પહોંચાડતા ડ્રાઇવરે રેલ્વે પોલીસે જણાવેલ લોકેશનવાળી જગ્યાએ ટ્રેનની ગતિ એકદમ ધીમી કરી નાંખી હતી. જેના કારણે ટ્રેન લોકો પાયલટની સજાગતાથી હત્યાનું ષડયંત્ર બહાર આવ્યું હતું.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
