તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
સુરેન્દ્રનગરના વઢવાણમાં મધરાત્રે પતિએ પત્નીની હત્યા કરી :આરોપી પતિ બંને બાળકોને સાથે લઈ બાઇક પર ફરાર: બાઈક સ્લીપ થતા ઝડપાઇ ગયો
પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો:બાઇક અકસ્માતમાં ઈજાગ્રસ્ત આરોપી પતિને પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

સુરેન્દ્રનગરના વઢવાણમાં મૂળચંદ રોડ પર પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી પતિ બંને બાળકોને સાથે લઈ બાઇક પર ફરાર થયો હતો. જોકે, રસ્તામાં બાઇક સ્લીપ થતાં આરોપી પતિ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં શહેર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બાઇક અકસ્માતમાં ઈજાગ્રસ્ત આરોપી પતિને પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
