News of Monday, 6th July 2026
વિસાવદરમાં વરસાદી માહોલમાં નગરસેવકની માનવતાવાદી કામગીરીઃ ચાલુ વરસાદે મૃતદેહને મુક્તિધામ પહોંચાડવાનુ સંવેદનશીલ કાર્ય

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૬: વિસાવદર વોર્ડ નં. ૩ના નગરસેવક નિલેશભાઈ દવેએ માનવતાની મહેક ફેલાવતું ઉમદા કાર્ય કર્યું છે. ગાયત્રી પ્લોટ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં કાબરા નદી કિનારે રહેતા દેવીપૂજક સમાજના રવજીભાઈ પંચોળીના ધર્મપત્નીનું અવસાન થયું હતું. આ સમયે વરસાદી માહોલ હોવાથી પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. આ દુઃખદ સમયે પરિવારની મદદે શાષી જસ્મીનભાઈ જાની દ્વારા વોર્ડ નં. ૩ના નગરસેવક નિલેશભાઈ દવેને જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વરસાદી વાતાવરણ હોવા છતાં, તેમણે સંવેદના દાખવીને મૃતદેહને માનભેર વિદાય આપવા માટે સ્મશાન યાત્રા માટે રથની વ્યવસ્થા કરી હતી. ઉપરાંત પરિવારજનો માટે સ્નાન વગેરેની સુવિધા માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી સ્મશાન સુધી પહોંચવા માટેના રસ્તા અને અન્ય જરૂરી સુવિધાઓ માટે ત્વરિત કામગીરી કરી હતી.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
