News of Saturday, 25th April 2026
ગોંડલ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક: એક જ દિવસમાં 22,172 બોક્સની આવક
આજે ધોમધખતા તાપમાબજારમાં તેજી : 10 કિલોના બોક્સના ભાવ નીચા 800 રૂપિયાથી લઈને ઊંચામાં 2,500 રૂપિયા : 20 કિલોના બોક્સના ભાવ 1,600 રૂપિયાથી 5,000 રૂપિયા સુધી રહ્યા

ગોંડલ તા.૨૫ : ઉનાળાની શરૂઆત સાથે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. શુક્રવાર, 25 એપ્રિલ 2026ના રોજ એક જ દિવસમાં કેસર કેરીના 22,172 બોક્સ ઠલવાયા હતા.
બજારમાં કેસર કેરીની મબલખ આવક થતાં વેપારીઓ અને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ગુણવત્તા પ્રમાણે 10 કિલો અને 20 કિલોના બોક્સના ભાવમાં વધ-ઘટ જોવા મળી હતી
યાર્ડના સૂત્રો મુજબ, 10 કિલોના બોક્સના ભાવ નીચા 800 રૂપિયાથી લઈને ઊંચામાં 2,500 રૂપિયા સુધી બોલાયા હતા. જ્યારે 20 કિલોના બોક્સના ભાવ 1,600 રૂપિયાથી 5,000 રૂપિયા સુધી રહ્યા હતા.
કેસરની સિઝન જામતા આગામી દિવસોમાં આવક હજુ વધવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
