News of Friday, 24th April 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો ઉનાળો
મહતમ તાપમાનનો પારો સડસડાટ ૪૧ ડિગ્રીને પાર થઇ જતા લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ તા.૨૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો ઉનાળો શરૂ થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને મહતમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થઇ જતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા મળેલ માહિતી મુજબ જામનગરમાં મહતમ તાપમાન ૩૭ ડિગ્રી, લઘુતમ ૨૪.૫, ભેજ ૭૮ ટકા અને પવનની ઝડપ ૯.૬ કિ.મી. રહી હતી.
સુરેન્દ્રનગર
(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન સતત વધતું જઈ રહ્યું છે અને ગરમીનો પારો પણ સતત ઊંચો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન ૪૦.૫ ડિગ્રી જેટલું નોંધાવા પામ્યું છે અને મહત્તમ તાપમાન ૨૪.૨ ડિગ્રી સુધી નોંધાવવા પામ્યું છે મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે બપોર પડતા ની સાથે તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને શહેરની જનતાને તેનો અનુભવ પણ થઈ રહ્યો છે.
બપોરના સમયે લોકો સૌથી વધુ ગરમીના કારણે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરમાં આવેલા મુખ્ય માર્ગો પણ સુમસામ નજરે પડી રહ્યા છે અને બપોરના સમયે ધંધા રોજગાર ઉપર પણ તેની અસર પડી રહી છે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ઠંડા પાણીના જગ અને ખાસ વિતરણ કેન્દ્ર અલગ અલગ ઠંડા પીણાના વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે એક તરફ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે છતાં પણ સુરેન્દ્રનગર નું તાપમાન ૪૦.૫ ડિગ્રી નજીક પહોંચી ગયુંછે.(
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
