News of Monday, 14th September 2026
બોટાદના ગઢડાના નિગાળા ગામે કેરી નદીમાં ઘોડાપૂર :કોઝવે પાણીમાં ગરકાવ: સંપર્ક ખોરવાતા વાહનચાલકો અટવાયા
છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ:નિગાળાથી ગઢડા અને નિગાળાથી દરેડ ગામ તરફ જતા બંને મુખ્ય રસ્તાઓ બંધ

બોટાદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગઢડા તાલુકાના નિગાળા ગામ તેમજ તેના ઉપરવાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકવાને કારણે નિગાળા ગામમાંથી પસાર થતી કેરી નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું છે.
નદીમાં પાણીનો પ્રવાહ અત્યંત વધી જવાના કારણે નદી પર આવેલો કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, જેના લીધે સલામતીના ભાગરૂપે રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. આ પૂરના કારણે નિગાળાથી ગઢડા અને નિગાળાથી દરેડ ગામ તરફ જતા બંને મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તો બંધ થવાથી અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓ રસ્તામાં જ અટવાઈ પડ્યા હતા, જેને લઈને સ્થાનિક સ્તરે મુશ્કેલી સર્જાઈ છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
