<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાતાવરણ પલ્‍ટાતા સાર્વત્રિત વરસાદની આશા

જામનગર જીલ્લાના પડાણા, મોડપરમાં સવા ઇંચ વરસ્‍યોઃ હળવા- ભારે ઝાપટા યથાવત

 

 

રાજકોટ તા.૧૧: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાતાવરણમાં પલ્‍ટો આવતા લોકોને સાર્વત્રિક વરસાદની આશા બંધાઇ છે.

 

જામનગર

જામનગર જીલ્લાના લાલપુરમાં ઝાપટારૂપે ૩ મી.મી. વરસાદ પડયો છે. જામનગર જીલ્લાના પડાણા અને મોડપરમાં સવા ઇંચ વરસાદ પડયો છે.

જામનગર બાજરા સંશોધન કેન્‍દ્ર તરફથી મળેલ વિગત મુજબ લઘુતમ તાપમાન ૨૪.૫, મહતમ ૩૨.૮ ભેજ ૯૦ ટકા અને પવનની ઝડપ ૬.૪ કિ.મી. રહી હતી.

ફલ્લા

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લાઃ જામનગર તાલુકાના ફલ્લા ગામે બુધવારે સાંજે મેઘરાજાનું આગમન થયુ હતું. એક કલાકમાં સવા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સવા મહીનાથી વધુ સમય રાહ જોવડાવયા પછી મેઘરાજાનું આગમન થતા ખેતરોમાં સુકાઇ રહેલા મોલને જીવતદાન મળ્‍યુ હતું. ફલ્લા નજીકના ખીલોરા ગામે પણ સારા વરસાદના અહેવાલ છે.(૨.૮)

 

(1:24 PM IST)