તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાદરવામાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આશા
બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કયાંક છૂટો છવાયો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ; હવામાન વિભાગે આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરી

રાજકોટ, તા. ૧૨ :.. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી બાદ વાદળછાયા વાતાવરણ અને ધૂપ-છાંવના માહોલથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળોનું આવન-જાવન રહ્યું હતું, તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો ઝરમર વરસાદ પણ વરસ્યો હતો. જૂનાગઢ, અમરેલી, જામનગર અને કચ્છના કેટલાક તાલુકાઓમાં પણ હળવા વરસાદના અહેવાલો છે.ભાદરવા મહિનો બેસતાની સાથે જ મેઘરાજા ફરી સક્રિય થશે તેવી આશા ખેડૂતોમાં જાગી છે. ચોમાસુ નિષ્ફળ જવાની ચિંતા વચ્ચે આ વરસાદ ખેતી માટે જીવાદોરી સમાન સાબિત થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૩-૪ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ થવાની શકયતા છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
