તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
પોરબંદરના મેયર ડેપ્યુટી મેયરનું સન્માન

પોરબંદર, મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગરભાઈ મોદીના ચૂંટાઈ આવવા બદલ પોરબંદર શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અવસરે પૂર્વ મ્યુનિસિપાલિટી કાઉન્સિલર અને વી.જે. મદ્રેસા સ્કૂલના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યા એ પ્રથમ મેયર સાગરભાઈ મોદી તથા ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળનું શાલ ઓઢાડી સન્માન કરી અભિવાદન કર્યું હતું. ફારૂકભાઈ સૂર્યાએ મેયર અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી શહેરના સર્વાંગી વિકાસ, સ્વચ્છતા, શિક્ષણ અને જનસેવાના કાર્યોમાં સફળ નેતળત્વ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. પોરબંદર શહેરના વિકાસ માટે સૌના સહકારથી મહાનગરપાલિકાની નવી ઉત્સાહી ટીમ દ્વારા નવી દિશામાં કામગીરી આગળ વધે તેવી આશા અને વિશ્વાસ છે. (તસ્વીર-અહેવાલઃ પરેશ પારેખ, પોરબંદર)
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
