તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
સુરેન્દ્રનગરમાં પોલો એપથી હનીટ્રેપઃ ધણાદના યુવકનો અશ્લીલ વિડીયો બનાવી ૩૧ હજાર પડાવ્યાઃ ૭ શખ્સો ઝડપાયા
ટીબી હોસ્પિટલ નજીકના રૂમમાં બોલાવી અશ્લીલ કળત્ય કરી વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલઃ પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવ્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૮: જિલ્લામાં હનીટ્રેપની ઘટનાઓમાં સત વધારો થઈ રહ્યો છે. ત્યારે લખતર તાલુકાના ધણાદ ગામના એક યુવકને સુરેન્દ્રનગર બોલાવીને અશ્લીલ કળત્ય કરી વિડીયો બનાવીને ૩૧ હજાર રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે ૭ શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.લખતર તાલુકાના ધણાદ ગામના યુવકનો પોલો એપ્લિકેશન મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરની ટોળકીએ યુવકને ટીબી હોસ્પિટલ નજીક આવેલા રૂમમાં બોલાવ્યો હતો. યુવક ત્યાં પહોંચ્યો ત્યારે ૭ ઈસમોએ તેની સાથે અશ્લીલ કળત્ય કર્યું અને ગુપ્ત રીતે વિડીયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આરોપીઓએ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને યુવક પાસે રહેલા ૩૧ હજાર રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ વારંવાર બ્લેકમેલ કરીને માનસિક ત્રાસ આપવામાં આવતા યુવકે સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસના પ્રથમ તબક્કામાં સાહિલ દિલાવરભાઈ ચૌહાણની અટકાયત કરી હતી. તેની પૂછપરછ બાદ શક્તિ મનોજભાઈ બાજીપુરા, ભાર્ગવ પરેશભાઈ પરમાર, શેખ, સમીર દીવાન અને અંકિત ભરતભાઈ ત્યાગીની પણ ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તમામ આરોપીઓએ પોલો એપથી યુવકનો સંપર્ક કરીને રૂમમાં બોલાવીને વિડીયો બનાવીને રૂપિયા માંગ્યા હોવાની કબૂલાત કરી છે.
પોલીસ તપાસમાં ખુલ્યું કે આ ટોળકીએ અગાઉ પણ અન્ય બે સ્થળોએ હનીટ્રેપની ઘટનાઓને અંજામ આપ્યો હતો. શક્તિ મનોજભાઈ બાજીપુરા સામે અલગ અલગ ૭ ગુના, ભાર્ગવ પરમાર સામે ૫ ગુના અને સમીર દીવાન સામે ૩ ગુના નોંધાયેલા છે. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરીને ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા એએસપી વૈદિકા બિહાનીએ જનતાને અપીલ કરી છે કે પોલો સહિતની એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે ખૂબ સાવધાની રાખવી. અજાણ્યા લોકોની ચેટ કે કોલ પર વિશ્વાસ ન કરવો અને કોઈ બોલાવે તો સીધું ન જવું. જો કોઈ આ ટોળકીનો ભોગ બન્યું હોય તો સુરેન્દ્રનગર એએસપી અથવા સીટી પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું છે. ફરિયાદ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
