<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ખારચીયા નજીક ‘હિટ એન્‍ડ રન'નો બનાવઃ હલેન્‍ડાના ખેડૂત રામજીભાઇ ચોૈહાણનું મોત

સરધાર કોઇ કામ માટે જતાં હતાં ત્‍યારે કારચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ પરિવારમાં શોક

બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં (તસ્‍વીરઃ કરસન બામટા-આટકોટ)

રાજકોટ તા. ૨૬: સરધારના હલેન્‍ડા ખારચીયા વચ્‍ચે સાંજે હિટ એન્‍ડ રનનો બનાવ બન્‍યો હતો જેમાં હલેન્‍ડા ગામના ખેડુતનું ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ મૃત્‍યુ થયું છે. તેઓ સરધાર ખાતે કોઇ કામ માટે બાઇક લઇને જતાં  હતાં ત્‍યારે અજાણી કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ હલેન્‍ડા રહેતાં રામજીભાઇ ભીખાભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૦) સાંજે બાઇક નં. જીજે૦૩સીજે-૨૪૯૯ લઇને ઘરેથી સરધાર કોઇ કામ માટે જવા નીકળ્‍યા હતાં. આ દરમિયાન ખારચીયાથી હલેન્‍ડા વચ્‍ચેના રસ્‍તા પર એચપી પેટ્રોલ પંપ શક્‍તિ હોટેલ નજીક પહોંચ્‍યા ત્‍યારે કોઇ અજાણી કારનો ચાલક તેમને બાઇક સહિત ઠોકરે લઇ ભાગી ગયો હતો.

આ અકસ્‍માતમાં રામજીભાઇને ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ મૃત્‍યુ થયું હતું. આજીડેમ પોલીસને જાણ થતાં ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર રામજીભાાઇ ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

આટકોટથી કરસન બામટાએ ઘટના સ્‍થળની તસ્‍વીર મોકલી જણાવ્‍યું હતું કે કોઇ બોલેરોનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં આસપાસના સેવાભાવી લોકો એકઠા થઇ ગયા હતાં. કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. પણ તેમના તબિબે બાઇકચાલકને મૃત જાહેર કર્યા હતાં. બાદમાં આજીડેમ પોલીસે ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:47 PM IST)