<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

જામનગરના ફલ્લા ગામે હિટ એન્ડ રન: વાડીએ જઈ રહેલાં વૃદ્ધાને અજાણી કારે હડફેટે લીધાં : હાલત નાજુક : CCTVમાં ઘટના કેદ : જુઓ વિડીયો

જયાબેન ઘમસાણીયા વાડીએ જઈ રહ્યાં હતાં ત્યારે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા

(સંજય ડાંગર દ્વારા )ધ્રોલ તા.૩૧ : જામનગરના ફલ્લા ગામે હનુમાનજી મંદિર પાસે આજે સવારે અંદાજે 7 વાગ્યાના સુમારે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ગામનાં રહેવાસી જયાબેન ઘમસાણીયા વાડીએ જઈ રહ્યાં હતાં ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે તેમને જોરદાર હડફેટે લીધાં હતાં.

       અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાં જયાબેનને વધુ સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે સરપંચે પ્રાથમિક વિગતો આપી હતી.

 

(11:51 AM IST)