<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

‘ફાટકમુક્‍ત જુનાગઢ' તરફ ઐતિહાસિક પગલું: નવા મીટરગેજ સ્‍ટેશનને રેલવે બોર્ડની મંજૂરી

૪.૨ કિમીનો ટ્રેક કાયમી બંધ થતાં શહેરના ૭ સમપાર ફાટક દૂર થશેઃ ટ્રાફિક જામ અને અકસ્‍માતમાંથી મળશે કાયમી રાહત, ભાજપ દ્વારા આતશબાજી સાથે ઉજવણીઃ કોર્પોરેટરો- હોદેદારો દ્વારા આવકાર

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ તા.૨૮: વર્ષોથી ‘‘ફાટકમુક્‍ત જુનાગઢ''નું સ્‍વપ્ન જોઈ રહેલા શહેરીજનો માટે આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. રેલવે બોર્ડ દ્વારા પヘમિ રેલ્‍વ્‍ેના ભાવનગર મંડળ હેઠળના જુનાગઢ- વિસાવદર મીટરગેજ વિભાગમાં ગ્રોફેડ, બિલખા રોડ નજીક નવા મીટરગેજ રેલ્‍વે સ્‍ટેશનના નિર્માણને સતાવાર મંજુરી સાંસદ રાજેશભાઇ ચુડાસમાના પ્રયત્‍નોથી મળી છે. આ નિર્ણયથી સમગ્ર શહેરમાં ખુશીનો માહોલ છવાયો છે.

ગ્રોફેડ ખાતે નવું સ્‍ટેશન કાર્યરત થયા બાદ ર્ંગ્રોફેડ અને હાલના જૂનાગઢ સ્‍ટેશન વચ્‍ચેનો ૪.૨ કિલોમીટર લાંબો મીટરગેજ ટ્રેક કાયમી રીતે બંધ કરાશે. હાલ આ ટ્રેક શહેરના ઘનવસ્‍તી વિસ્‍તારમાંથી પસાર થાય છે, જેના કારણે ૭ સમપાર ફાટકો વારંવાર લાંબા સમય સુધી બંધ રહે છે. પરિણામે વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ અને ઇમરજન્‍સી સેવાઓને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. 

નવી વ્‍યવસ્‍થા બાદ શહેરની અંદરના તમામ ૭ ફાટક દૂર થશે. આથી ટ્રાફિક સમસ્‍યામાંથી કાયમી રાહત મળશે અને માર્ગ તથા રેલવે અકસ્‍માતોની સંભાવના પણ નોંધપાત્ર ઘટશે. ફાટકોના સંચાલનમાં રોકાયેલા માનવબળનો અન્‍ય કામગીરીમાં ઉપયોગ થઈ શકશે. 

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગ્રોફેડ સ્‍ટેશન અને જૂનાગઢ સ્‍ટેશન વચ્‍ચે ઇ-બસ સેર્વાં શરૂ કરવાની દરખાસ્‍ત છે, જેથી મીટરગેજના મુસાફરોને બ્રોડગેજ ટ્રેનો તથા શહેરના અન્‍ય વિસ્‍તારો સુધી સરળ જોડાણ મળે. હાલના જૂનાગઢ સ્‍ટેશન ખાતે મીટરગેજ કામગીરી બંધ થયા બાદ ખાલી પડતી જમીનનો ઉપયોગ ર્ંબ્રોડગેજ યાર્ડ અને અન્‍ય રેલવે સુવિધાઓના વિસ્‍તરર્ણં માટે થશે. 

આ ઐતિહાસિક નિર્ણયની ખુશીમાં ભાજપ જુનાગઢ મહાનગર અધ્‍યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાના અધ્‍યક્ષસ્‍થાને ઝાંસીની રાણીની પ્રતિમા પાસે આતશબાજી અને મોં મીઠું કરાવીર્નેં ઉજવણી કરાઈ. ‘‘વિકસિત જુનાગઢ'' અને ‘‘ફાટકમુક્‍ત જુનાગઢ''ના નારા સાથે કાર્યકરો અને નાગરિકોએ ઉત્‍સાહભેર વધામણાં કર્યા. 

આ પ્રસંગે મેયર ધર્મેશ પોશીયા, ડેપ્‍યુટી મેયર આકાશ કટારા, શાસક પક્ષ નેતા મનન અભાણી, દંડક કલ્‍પેશ અજવાણી, પ્રદેશ આગેવાન પ્રદીપભાઈ ખીમાણી, નિર્ભયભાઈ પુરોહિત, જે.કે. ચાવડા, મહામંત્રી વિનુભાઈ ચાંદેગ્રા, જયેશ ધોરાજીયા, મિલન ભટ્ટ સહિત મોટી સંખ્‍યામાં પદાધિકારીઓ, કોર્પોરેટરો, મહિલા મોરચા અને યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. મિડિયા વિભાગમાંથી સુરેશ પાનસુરિયા અને દિલીપભાઈ ડઢાણિયા પણ હાજર રહ્યા હતા. 

રેલવે બોર્ડનો આ નિર્ણય માત્ર રેલવે પ્રોજેક્‍ટ નહીં, પરંતુ ર્ંજૂનાગઢના વિકાસ અને સુવિધા સાથે જોડાયેલું મહત્‍વપૂર્ણ પગર્લું છે. ‘‘ફાટકમુક્‍ત જુનાગઢ''નું સ્‍વપ્ન હવે સાકાર થવાની દિશામાં આગળ વધ્‍યું છે, જે શહેરના વિકાસ ઈતિહાસમાં યાદગાર બની રહેશે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(10:30 AM IST)