તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
સાવરકુંડલા યાર્ડમાં મગફળીની ઐતિહાસિક આવકઃ એક જ દિવસમાં ૬૦ હજાર મણની આવકથી યાર્ડ હાઉસફૂલ
રેકોર્ડબ્રેક આવકથી યાર્ડમાં જગ્યા ખૂટી, ખેડૂતોને હાલ પૂરતી મગફળી ન લાવવા સૂચનાઃ ચેરમેન દીપક માલાણી સહિત તંત્ર ખડેપગે

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૩: સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. એક જ દિવસમાં અંદાજે ૫૦ થી ૬૦ હજાર મણ મગફળીની આવક થતાં યાર્ડમાં જાણે મગફળીનો મહાસાગર ઉમટયો હોય તેવા દૃશ્યો સર્જાયા છે.
સામાન્ય રીતે યાર્ડમાં રોજ ૩૦ થી ૪૦ હજાર મણ આવક થતી હોય છે, પરંતુ આજની બમ્પર આવક સાવરકુંડલા યાર્ડના ઇતિહાસમાં રેકોર્ડ સમાન છે. વિપુલ આવકને કારણે નવું માર્કેટિંગ યાર્ડ પણ ટૂંકું પડ્યું છે અને મગફળી રાખવા જગ્યા ખૂટી પડી છે.
પરિસ્થિતિને પહોંચી વળવા યાર્ડ તંત્ર દ્વારા ખેડૂતોને હાલ પૂરતી નવી મગફળી યાર્ડમાં ન લાવર્વાં સૂચના આપવામાં આવી છે, જેથી હાલની આવકનો યોગ્ય નિકાલ થઈ શકે. હજારો મણ મગફળીની વ્યવસ્થા સંભાળવા માટે માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, વાઈસ ચેરમેન મહેશભાઈ લખાણી, જતીનભાઈ માલાણી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કર્મચારીગણ ખડેપગે રહી કામગીરી સંભાળી રહ્યા છે.
દીપકભાઈ માલાણીના નેતળત્વમાં ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને વેપારીઓને વ્યવસ્થિત કામગીરી મળી રહે તે માટે સમગ્ર તંત્ર સતત દોડધામ કરી રહ્યું છે.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
