News of Thursday, 9th July 2026
પોરબંદર-મુંબઇ દુરન્તો એકસપ્રેસ ચાલુ કરવા માંગણી : ડિસ્ટ્રીક ચેમ્બર દ્વારા રજુઆત
સમગ્ર ગુજરાતમાંથી કુલ ૮૪૨ સંશોધકોની પસંદગી, કચ્છમાં સંશોધન (Research) ક્ષેત્રે નવો વેગ મળશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૯ : પોરબંદર-મુંબઇ દૂરન્તો એકસપ્રેસચાલુ કરવાની માંગણી સાથે ડિસ્ટ્રીકટ ચેમ્બર રેલ્વે કમિટી દ્વારા રેલ્વે મેનેજરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સની રેલવે કમિટી દ્વારા રેલ્વેના ઇન્ચાર્જ મેનેજર નરેન્દ્રજીને આવેદન પત્ર સુપ્રત કરી હાપા-મુંબઇ દુરન્તો એકસપ્રેસ ૧રર૬૭/૧રર૬૮ ને પોરબંદર સુધી લ઼બાવવાની માંગ કરી છે.
રેલ્વે મેનેજરને આવેદન પત્ર ડિસ્ટ્રીકટ ચેમ્બરની અનિલભાઇ કારિયા, જનીતભાઇ હાથી, જયેશભાઇ પટાણી, વિજયભાઇ ઉનડકટ દ્વારા આપવામાં આવ્યું હતું.
ડિસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા માંગણી ઉઠાવી કે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર માટે મુંબઇની સીધી ફકત સૌરાષ્ટ્ર એકસપ્રેસ છે. હાપાથી પોરબંદર માત્ર ૧૦૦ કિ.મી. દૂર છે અને પોરબંદર રેલ્વે સ્ટેશનમાં બધી સુવિધા ઉપલબ્ધ છે. આ દુરન્તો ટ્રેન પોરબંદરથી શરૂ કરી આપવાની માંગ છે. રેલ્વે ઇન્ચાર્જ મેનેજર શ્રી નરેન્દ્રજીએ સકારાત્મક પ્રતિસાદ આપી ઉપરી અધિકારીઓ સુધી રજુઆત પહોંચાડવાની ખાતરી આપી હતી.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
