તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Tuesday, 14th July 2026
પોરબંદરના ચકચારી લેન્ડ ગ્રેબિંગ કેસમાં હિરલબા જાડેજાની ધરપકડ: કમલાબાગ પોલીસે જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી
પોરબંદરમાં આવેલો કરોડોની કિંમતનો 'સૂરજ પેલેસ' બંગલો અને અન્ય ૧૨ જેટલા પ્લોટોપચાવી પાડ્યાની ફરિયાદ

પોરબંદરના ચકચારી લેન્ડ ગ્રેબિંગ કેસમાં હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદરની કમલાબાગ પોલીસે જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવીને આ ઔપચારિક ધરપકડ કરી છે
કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભૂરા મુંજા જાડેજાના યુકે (UK) ખાતે વસતા પત્ની ચૌલાદેવી કડછાએ ફરિયાદ નોંધાવી હતી. તેમનો આરોપ છે કે પોરબંદરમાં આવેલો કરોડોની કિંમતનો 'સૂરજ પેલેસ' બંગલો અને અન્ય ૧૨ જેટલા પ્લોટો (કુલ ૧૩ મિલકતો, જેની અંદાજિત કિંમત ₹૧.૨૦ કરોડથી વધુ છે) હિરલબા જાડેજાએ ગેરકાયદેસર રીતે પચાવી પાડ્યા છે
ચૌલાદેવીની અરજીના આધારે ડેપ્યુટી કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ પોરબંદર જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીના આદેશથી હિરલબા જાડેજા વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હિરલબા જાડેજા છેલ્લા ૧૩ મહિનાથી વધુ સમયથી અલગ-અલગ ગુનાઓ (જેમ કે ખંડણી, અપહરણ અને મલ્ટી-સ્ટેટ સાયબર ફ્રોડ) અંતર્ગત જૂનાગઢ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં બંધ છે
નવો ગુનો નોંધાતા પોરબંદર પોલીસે કોર્ટ મારફતે ટ્રાન્સફર વોરંટ મેળવીને જૂનાગઢ જેલમાંથી તેમનો કબજો મેળવવાની અને સૂરજ પેલેસ બંગલાનો કાયદેસર કબજો મૂળ માલિકને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
