<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

સુરેન્દ્રનગરના વઢવાણમાં કેપ્ટન સ્મિત મચ્છારના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારા માટે હિંગળાજ માતાના મંદિરે વિશેષ મહાઆરતી

ધાર્મિક અનુષ્ઠાનમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી,સ્થાનિક ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તેમજ અન્ય અગ્રણીઓએ પણ હાજરી આપીને કેપ્ટન સ્મિત મચ્છર જલ્દીથી સ્વસ્થ થઈને પરત ફરે તેવી કામના કરી

સુરેન્દ્રનગર જિલ્લામાંથી કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્યને લઈને અત્યંત શ્રદ્ધાભર્યા સમાચાર સામે આવ્યા છે. મૂળ વઢવાણના વતની એવા કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય સુધારા અને ઉત્તમ આરોગ્ય માટે તેમના કુળદેવી હિંગળાજ માતાના મંદિરે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ઈશ્વર ચરણે પ્રાર્થના કરી હતી.

 

આ ધાર્મિક અનુષ્ઠાનમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની વિશેષ આરતી ઉતારી હતી. તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તેમજ અન્ય અગ્રણીઓએ પણ હાજરી આપીને કેપ્ટન સ્મિત મચ્છર જલ્દીથી સ્વસ્થ થઈને પરત ફરે તેવી કામના કરી હતી.

મહાઆરતી દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છરના કુટુંબીજનો અને પરિવારજનોએ માતાજીના ચરણોમાં શીશ નમાવીને દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત, વઢવાણ શહેરના સ્થાનિક નાગરિકો પણ મોટી સંખ્યામાં આ પ્રાર્થના સભામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને સકારાત્મક વાતાવરણ છવાઈ ગયું હતું.

(11:00 PM IST)