<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

કચ્છના આંબરડી ગામે બે હિન્દુ મહિલાઓ સાથે લવ જેહાદના મામલે હિન્દુ યુવા સંગઠન અને કોળી સમાજમાં રોષ

મુસ્લિમ યુવકો સામે ફોસલાવી ભગાડી જવાના આક્ષેપ સાથે હિન્દુ યુવા સંગઠન અને કોળી સમાજના આગેવાનોએ ભચાઉ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી યુવતીઓને પરત પરિવારને સોંપવાની માંગ કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮ :  કચ્છના ભચાઉ તાલુકાના આંબરડી ગામમાં હિન્દુ સમાજની બે મહિલાઓને મુસ્લિમ યુવકો દ્વારા ફોસલાવી ભગાડી જવામાં આવી હોવાના આક્ષેપ સાથે હિન્દુ યુવા સંગઠન અને કોળી સમાજના આગેવાનો દ્વારા ભચાઉ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, આંબરડી ગામની બે હિન્દુ મહિલાઓને મુસ્લિમ યુવકો દ્વારા દોરા-ધાગાના બહાને ફોસલાવી ભગાડી જવામાં આવી છે. આ કૃત્ય કરનાર ઇમરાન કરીમ ખાસકેલી અને ઇકબાલ ખાસકેલીને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે તેમજ તેમની સાથે ગયેલી બંને મહિલાઓને પરત લાવી પરિવારને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વધુમાં, આવેદનપત્રમાં આક્ષેપ કરાયો હતો કે આ મુસ્લિમ યુવકો નજીકની દરગાહ પર મુજાવર તરીકે રહેતા હતા અને દોરા-ધાગાના બહાને લોકોને ફોસલાવવાનું કામ કરતા હતા. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આગેવાનોએ રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં રઘુવીરસિંહ જાડેજા, રાષ્ટ્રીય અધ્યક્ષ, હિન્દુ યુવા સંગઠન, અમનભાઈ આહિર, રાણાભાઈ આહિર, પૂર્વ કચ્છ પ્રમુખ, રણછોડભાઈ આહિર, મંત્રી, ભીમજીભાઈ ગોહિલ, ઉપાધ્યક્ષ, પૂર્વ કચ્છ, વિરમભાઈ રબારી, ઉપાધ્યક્ષ, પશ્ચિમ કચ્છ, ભીખાભાઈ કોળી, પ્રમુખ, કોળી સમાજ, અંજાર, બાબુભાઈ ઘનાભાઈ કોળી, ભચાઉ તાલુકા યુવા પ્રમુખ, મનુભાઈ કોળી, પ્રમુખ, મુન્દ્રા કોળી સમાજ સહિતના આગેવાનો જોડાયા હતા.

(9:44 AM IST)