તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
મોરબીમાં સાયબર ફ્રોડનો ગુનામા પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર
આરોપીના વકીલે કરેલી દલીલો અને રજૂ કરેલા ચુકાદાને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી એ ડીવી પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરેલ હતો તે આરોપીએ હાઇકોર્ટમા જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલી દલીલો અને રજૂ કરેલા ચુકાદાને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.
મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ આપી હતી કે, આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણ કરી પુર્વ આયોજીત કાવતરુ રચી અલગ અલગ એજન્ટો આરોપીઓને નીમી તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી તેઓના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી વિથડ્રો કરી કેસ મેળવી સાયબર ફોડના નાણા સગેવગે કરવા આ કામના આરોપીઓએ ગુનામાં એકબીજાને મદદગારી કરી છે જેથી પોલીસે આરોપી ભરતભાઈ પરસોતમભાઈ બારડની ધરપકડ કરેલ હતી. અને આ આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરવામાં આવી હતી અને જુદીજુદી કોર્ટના ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેથી બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે. આ કેસમાં આરોપી તરફે હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોઘરીયા, મોરબીના સીનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, રવી ચાવડા, કનૈયાલાલ બાવરવા, હસમુખ ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, જયોતીકા કુરીયા રોકાયેલા હતા.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
