<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

કચ્છના ગાંધીધામના પડાણા નજીક ઝૂંપડપટ્ટીમાંથી રૂ.૩.૭૯ લાખનું હેરોઇન ઝડપાયું

પોલીસે પંજાબથી ડ્રગ્સ વેચવા આવેલા એક શખ્સની ધરપકડ કરી, નશીલા પદાર્થના જથ્થા અંગે તપાસ હાથ ધરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ :  કચ્છના ગાંધીધામ તાલુકાના પડાણા નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોલીસે કાર્યવાહી કરી હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ.3.79 લાખની કિંમતનું હેરોઇન કબજે કરી એક શખ્સની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે પડાણા નજીકની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ હિલચાલના આધારે મૂળ પંજાબના તરનતારન જિલ્લાના બગીચસિંઘ ઉર્ફે સોનુ સંતોષસિંઘને અટકાવી તેની તપાસ કરતાં તેની પાસેથી હેરોઇન મળી આવ્યું હતું. પોલીસે હેરોઇનનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હેરોઇન ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું તે સહિતના મુદ્દે  આરોપી સામે નાર્કોટિક્સ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નશીલા પદાર્થના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(1:25 PM IST)