તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
જામનગરમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ સામે ભારે બબાલ: શરૂ સેક્શન રોડ પર પથારાવાળાઓ અને મહિલાઓ રસ્તા પર ઉતર્યા
એસ્ટેટ શાખાની કામગીરી સામે ફાટી નીકળ્યો રોષ: ટ્રાફિક જામ અને હંગામા બાદ વાતાવરણ ગરમાયું

જામનગર : શહેરના વ્યસ્ત ગણાતા શરૂ સેક્શન રોડ પર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન ભારે ધમાસાણ સર્જાયું હતું. રસ્તા પરથી દબાણો અને પથારા હટાવવાની કામગીરી શરૂ કરાતાં જ સ્થાનિક વેપારીઓ અને પથારાવાળાઓમાં તીવ્ર રોષ વ્યાપી ગયો હતો. કડક કાર્યવાહીનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી હતી અને મહાનગરપાલિકાની ટીમ સામે મોરચો માંડ્યો હતો.
સ્થળ પર એકત્ર થયેલા પથારાવાળાઓએ રોજીરોટી છીનવાઈ જવાનો આરોપ લગાવીને એસ્ટેટ શાખાની ગાડીઓ અને કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો. વિરોધ પ્રદર્શન અને હોબાળાના કારણે શરૂ સેક્શન રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને એસ્ટેટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાતાં મામલો વધુ ગરમાયો હતો.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
