તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
માંગરોળમાં ભારે વરસાદથી તબાહી:અસરગ્રસ્તોને સહાય અને કેશડોલ ચૂકવવા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું
કોંગ્રેસે માંગ કરી છે કે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે નુકસાનનું સર્વેક્ષણ કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતો તથા પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે

જુનાગઢના માંગરોળમાં ભારે વરસાદથી થયેલી તબાહી બાદ કોંગ્રેસે અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય અને કેશડોલ ચૂકવવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. અતિભારે વરસાદને કારણે માંગરોળ પંથકના અનેક ગામોમાં ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી બરબાદ થઈ છે.
કોંગ્રેસે માંગ કરી છે કે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે નુકસાનનું સર્વેક્ષણ કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતો તથા પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે. આ ઉપરાંત, પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે. હાલ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાથી તંત્ર વહેલી તકે પારદર્શક કાર્યવાહી કરી રાહત સામગ્રી પૂરી પાડે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
