<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી ખેતરો ધોવાયા, જ્‍યારે પશ્ચિમ સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ઉત્તર ગુજરાત હજુ પણ કોરાધાકોડ

આવતીકાલથી વરસાદ લાવતી સિસ્‍ટમ્‍સ દૂર જશે : આગામી ૨ દિવસમાં વરસાદનો તબક્કો પૂર્ણ થતાં બાકીના વિસ્‍તારો વાવણીલાયક વરસાદથી વંચિત રહે સંભવ : વિશાલ પાનસુરીયા

રાજકોટ : ભારતીય હવામાન વિભાગ, વિવિધ વેધર ચેનલો અને ડિજિટલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સના વિશ્‍લેષણ તેમજ અહેવાલને આધારે જોઈએ તો રાજ્‍યમાં વરસાદની વહેંચણી અત્‍યંત અસમાન જોવા મળી રહી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં વ્‍યાપક નુકસાન થયું છે, જ્‍યારે પヘમિ સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ વાવણીલાયક વરસાદનો અભાવ છે. આજ બપોર પછી વરસાદની ગતિવિધિ ફરી વધશે, પરંતુ તે મુખ્‍યત્‍વે અગાઉ પડેલા વિસ્‍તારો પૂરતી જ સીમિત રહેશે. આવતીકાલથી સિસ્‍ટમ્‍સ આગળ વધતા આ તબક્કાનો વરસાદ પૂર્ણતા તરફ જશે તેમ જાણીતા વેધરમેન શ્રી વિશાલ પાનસુરીયા પોતાના ફોર કાસ્‍ટમાં જણાવે છે.

વિગતવાર જોઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના વિવિધ ભાગોમાં નોંધાયેલા વરસાદમાં ભારે અસમાનતા જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર, સૌપ્રથમ જૂનાગઢ અને ગીર સોમનાથ, અને ત્‍યારબાદ અમરેલી તથા ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકયો હતો. આ વિસ્‍તારોમાં એટલો ભારે વરસાદ પડ્‍યો છે કે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે અને ચારેકોર ભારે નુકસાનીના દ્રશ્‍યો જોવા મળી રહ્યા છે. પરંતુ બીજી તરફ, પヘમિ સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો હજુ પણ સાવ કોરા છે.

અગાઉ જણાવાયું હતું તેમ, વરસાદની વહેંચણીમાં કેટલાક વિસ્‍તારો બાકાત રહી ગયા છે. પヘમિ સૌરાષ્‍ટ્રના ભાગો, જેમાં દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે. તેમજ કચ્‍છ અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્‍તારોમાં હજુ સુધી વાવણીલાયક વરસાદ નોંધાયો નથી. ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં હાલ આવી જ વિપરીત પરિસ્‍થિતિ જોવા મળી રહી છે.

હવામાન અંગેની માહિતી મુજબ, આજ બપોર સુધી વરસાદી ગતિવિધિ ઓછી રહ્યા બાદ હવે ફરીથી વરસાદના વિસ્‍તારમાં વધારો થવાનું શરૂ થશે. જોકે, મુખ્‍યત્‍વે છેલ્લા ૨ (બે) દિવસથી જ્‍યાં વરસાદ વરસી રહ્યો છે, તે જ વિસ્‍તારોમાં વધુ વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

પヘમિ સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના બાકી રહેલા વિસ્‍તારો માટે હવે વરસાદ પડવો એ લોટરી લાગવા સમાન બની રહેશે.

આવતીકાલથી વરસાદી વિસ્‍તારમાં ધીમે ધીમે ઘટાડો થશે, તેથી આ વિસ્‍તારોમાં વરસાદની શકયતાઓ નહિવત રહેશે. આથી ઘણા વિસ્‍તારો આ તબક્કામાં વાવણીલાયક વરસાદથી વંચિત રહી જાય તેવી પૂરી સંભાવના છે.

એકાદ-બે દિવસમાં કોઈ ભાગ્‍યશાળી વિસ્‍તારોમાં (લોટરી લાગે તેમ) વરસાદ પડે તે સિવાય બાકીના વિસ્‍તારો હજુ કોરા રહેવાની જ શકયતા છે.

આવતીકાલથી વરસાદ લાવનારી સિસ્‍ટમ્‍સ ધીમે ધીમે દૂર થવા લાગશે, જેના કારણે આગામી બે દિવસમાં સૌરાષ્‍ટ્રમાં વરસાદ ધીમે ધીમે ઘટશે અને વરસાદનો આ વર્તમાન તબક્કો પૂર્ણતા તરફ આગળ વધશે તેમ જાણીતા વેધરમેન વિશાલ પાનસુરીયા એ તેમના ફોરકાસ્‍ટમાં જણાવ્‍યું છે. (૩૬.૩)

(11:20 AM IST)