<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે ભારે વરસાદ:રીનારી અને મૂળીલા ગામની નદીઓમાં પૂર

વરસાદના કારણે મૂળીલા, ધૂનધોરાજી, ખરેડી, ગુંદા સહિતના વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું

જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે મૂળીલા, ધૂનધોરાજી, ખરેડી, ગુંદા સહિતના વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. સતત વરસેલા વરસાદથી રીનારી અને મૂળીલા ગામની સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીની આવક વધી છે. તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

(1:39 PM IST)