તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
અમરેલી જિલ્લાનાલીલીયા પંથકમાં ધોધમાર વરસાદથી નાવલી નદીમાં ઘોડાપૂર: નીચાણવાળી દુકાનોમાં પાણી ઘૂસ્યા : મામલતદાર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવાયો : નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
પાણી ભરાતા વેપારીઓને દુકાનનો સામાન ઊંચો મૂકવાની ફરજ પડી : વરસાદ ઓછો થાય ત્યાં સુધી નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવુ : બાળકોને પણ નદી-નાળા પાસે ન રમાડવા સૂચના

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૨૪ : અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં છેલ્લા કેટલાક કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે નાવલી નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું છે.
નદીમાં પાણીની સપાટી વધતા નાવલી બજારની નીચાણવાળી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. પાણી ભરાતા વેપારીઓને દુકાનનો સામાન ઊંચો મૂકવાની ફરજ પડી છે.
પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને મામલતદાર દ્વારા નાવલી બજારમાં ન જવા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અને તંત્રના કર્મચારીઓ બજારમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે.
મામલતદારે નાગરિકોને અપીલ કરી છે કે વરસાદ ઓછો થાય ત્યાં સુધી નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં ન જાય. બાળકોને પણ નદી-નાળા પાસે ન રમાડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર દ્વારા સમગ્ર લીલીયા પંથકમાં સત મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
