<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

જસદણ, આટકોટ, વીરનગર, કમળાપુર,ભાડલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ: પાકને મળશે જીવનદાન

ધોધમાર વરસાદના કારણે જસદણના ચિતલીયા રોડ તેમજ નવા બસ સ્ટેશન ગંગા ભુવન પાસે રોડ પર પાણી ભરાયા

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે  જસદણ શહેર અને ગ્રામ્યમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો  જસદણમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો  જસદણ,આટકોટ,વીરનગર કમળાપુર ,ભાડલા,સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો  ધોધમાર વરસાદના કારણે જસદણના ચિતલીયા રોડ તેમજ નવા બસ સ્ટેશન ગંગા ભુવન પાસે રોડ પર પાણી ભરાયા હતા . જસદણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે વરસાદ વરસતા ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું છે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો .

(6:40 PM IST)