<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

ધારી પંથકમાં ભારે વરસાદને કારણે ખોડિયાર ડેમમાં પાણીની વધતી આવક :ડેમના 9 દરવાજા 1.52 મીટર સુધી ખોલાયા

ડેમના દરવાજા ખોલાતા અમરેલી અને ભાવનગર જિલ્લાના 40થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા

અમરેલી : અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે જિલ્લામાં અનેક સ્થળોએ અનરાધાર વરસાદ ખાબક્યો છે ત્યારે ધારી પંથકમાં ભારે વરસાદને કારણે ખોડિયાર ડેમમાં પાણીની સતત આવક વધતા ડેમના 9 દરવાજા 1.52 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં 31,950 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને એટલી જ માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના દરવાજા ખોલાતા અમરેલી અને ભાવનગર જિલ્લાના 40થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.

(12:46 AM IST)