<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

જેતપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ:ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો : ગાલોરીયા નદીમાં ઘોડાપૂર: મુખ્ય સંપર્ક માર્ગ બંધ

દેવકી ગાલોલ ગામ નજીક બનાવેલું કામચલાઉ ડાયવર્ઝન તણાઈ ગયું : ડાયવર્ઝન ધોવાઈ જતાં જેતપુર-બગસરાને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો

 જેતપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દેવકી ગાલોલ ગામ અને તેના ઉપરવાસમાં માત્ર થોડા જ કલાકોમાં અંદાજે 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા સ્થિતિ વણસી ગઈ છે. ભારે વરસાદના કારણે ગાલોરીયા નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું. નદીના આ વિકરાળ પ્રવાહમાં દેવકી ગાલોલ ગામ નજીક બનાવેલું કામચલાઉ ડાયવર્ઝન તણાઈ ગયું હતું. આ ડાયવર્ઝન ધોવાઈ જતાં જેતપુર-બગસરાને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે, જેને કારણે વાહનચાલકો અને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે 

(12:25 AM IST)