તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
સૌરાષ્ટ્ર સહિત રાજયમાં ભારે વરસાદની સંભાવના
આજથી ૬ જુલાઇ સુધી બાદમાં ૧૧ જુલાઇ સુધી હળવો-ભારે-મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રમાં વરસી શકે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંધાનેર તા. ૩: આઇએમડી અનુસાર ચોમાસુ ગુજરાતમાં સુરતથી આગળ વધી હવે પોરબંદર સુધી તેની રેખા લંબાઇ છે. હવમાન વિભાગ અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસુ પુરા ગુજરાતને આરવી લે તે માટેનું હાલ અનુકુળ વાતાવરણ છે.
બંગાળની ખાડીમાં ગઇકાલે બની ચુકેલ લો પ્રેશર સીસ્ટમ ગુજરાત તરફ આવશે ત્યારે આઇએમડીના દૈનિક રાષ્ટ્રીય પ્રસારણમાં ગુજરાતને આજ અને આવતી કાલ માટે રેડ એલર્ટ જાહેર કરેલ છે અને એકસટ્રીમલી હેવી રેઇન અર્થાત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. જો કે બાદમાં પાંચ અને છ તારીખો માટે ઓરેન્જ એલર્ટ દર્શાવાયેલ છે પણ પાંચ તારીખે પણ ઓરેન્જ ને બદલે રેડ એલર્ટ જાહેર કરાય તેવો બદલાવ આઇએમડી દ્વારા થઇ શકે છે. સાતથીછ અગીયાર જુલાઇ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજયના ઘણા ભાગોમાં જેમાં કચ્છ પણ આવે છે તેમાં ભારે-મધ્યમ-હળવા વરસાદનો સીલસિલો જળવાઇ રહે તેવું આઇએમડીના ફોરકાસ્ટ મોડેલ મેપથી જાણવા મળે છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
