તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
આજે સોૈરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની સંભાવના
બંગાળની ખાડીમાં ગઇકાલે બનેલી ડીપ્રેશન સીસ્ટમના પ્રભાવે : આઇએમડી રચીત ચોમાસુ રેખા આજે જામનગરને પાર કરી, રાજયના વધુ વિસ્તારોમાં આવરી શકે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૬: ઇન્ડિયા મેટ્રોલાજીક ડીપાર્ટમેન્ટ અર્થાત ભારતીય હવામાન વિભાગ દ્વારા દરરોજ બપોર બાદ અપલોડ થતા દૈનિક રાષ્ટ્રીય વેધર રીપોર્ટમાં જણાવાયા અનુસાર ઉતર-પヘમિ બંગાળની ખાડીથી જોડાયેલા ઓડિસા અને પ. બંગાળના તટીય વિસ્તારો સમીય એક ડીપ્રેશન સીસ્ટમ બની ચૂકેલ છે. જેના પ્રભાવે છીતસગઢ અને મહારાષ્ટ્રમાં આજે, કોંકણ ગોવા અને દ. ગુજરાતમાં આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહે છે.
આ વરસાદી પ્રભાવ સોૈરાષ્ટ્ર અને કચ્છ સુધી લંબાઇને આજે ભારે વરસાદની સંભાવના રહે છે.
ગુજરાતમાં ચોમાસુ રેખા પોરબંદરથી આગળ વધી જામગનર પરથી આવરી લે તેવુ અનુラકૂળ વાતાવરણ સર્જાયુ છે. આઇએમડી દ્વારા આજે ગુજરાત માટે રેડ એલેર્ટ રાષ્ટ્રીય મેપમાં જાહેર કરેલ છે. જયારે આવતીકાલ માટે સોૈરાષ્ટ્ર કચ્છ માટે ઓરેંજ એલર્ટ અને દ.ગુજરાત માટે જ રેડ એલર્ટ જોવા મળે છે. સોૈરાષ્ટ્ર-કચ્છ માટે ૮ અને ૯ તારીખે યેલો એલર્ટ જોવા મળે છે.એટલે કે વરસાદી તિવ્રતા ા તરીખોમાં ઘટી શકે છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસો માટે અરબ સાગરમાં માછીમારોએ દરીયો ન ખેડવાની ચેતવણી ઉચ્ચારઇ છે. વિન્ડી વેધરની ફોરકાસ્ટ મુજબ આજે સોૈરાષ્ટ્રના દરીયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહે છે. તેમજ આવતી કાલે પણ કચ્છ સહિત સોૈરાષ્ટ્રમાં વરસાદી માહોલની સંભાવના જોવા મળે છે.
બીબીસી ગુજરાતીના દિપક ચુડાકમાના વિષ્લેષણ અનુસાર સાત અને આઠ જુલાઇ એ સોૈરાષ્ટ્રના વિસ્તારોમાં ફરી હળવા-મધ્યમ વરસાદની સંભાવના રહે છે. અત્રે એ નોંધનીય છે કે, સોૈરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોને બાદ કરતા, સોૈરાષ્ટ્રના મધ્ય વિસ્તાર તથા કચ્છમાં દક્ષીણ ગુજરાતની સરખામણીએ ઘણો જ ઓછો વરસાદ વરસ્યો છ.ે અલનીનોના પ્રભાવે અસમાન અસરો જોવા મળતી હોય છે કાયંક અતિવૃષ્ટિ તો કાયંક દુષ્કાળ જેવી સ્થિતિ અલનીનો ની આવી અસર હાલ ગુજરાતમાં અનુભવાઇ રહી છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
