<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

જામકંડોરણા પંથકમાં ભારે વરસાદ તૂટી પડ્યો : નદી-નાળા છલકાઈ ગયા

ખાટલી, ખજુરડા અને બાલાપર જેવા ગામડાઓમાં વરસાદ શરૂ: શાપર અને વેરાવળ ગામ તેમજ નેશનલ હાઈવે પર પણ વરસાદી માહોલ

જામકંડોરણાના ખાટલી, ખજુરડા અને બાલાપર જેવા ગામડાઓમાં વરસાદ શરૂ થતા નદી-નાળાં છલકાઈ ગયા છે. આ ઉપરાંત શાપર અને વેરાવળ ગામ તેમજ નેશનલ હાઈવે પર પણ વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં આ મેઘમહેરને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, ખેડૂતો હજુ પણ સારા પાક માટે ધોધમાર વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જેથી વાવણી અને ખેતીના અન્ય કામોમાં ગતિ આવી શકે.

(11:31 PM IST)