News of Wednesday, 9th September 2026
અમરેલીના સાવરકુંડલા પંથક અને જાફરાબાદ શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું
જાફરાબાદના કેટલાક વિસ્તારોમા છૂટા છવાયા ઝાપટા પડ્યા: સાવરકુંડલાના ખડસલી ગામે ધોધમાર વરસાદ વરસ્યો

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાવરકુંડલા પંથક અને જાફરાબાદ શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. જાફરાબાદના કેટલાક વિસ્તારોમા છૂટા છવાયા ઝાપટા પડ્યા હતા. સાવરકુંડલાના ખડસલી ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો ખડસલી ગામમાં અચાનક ધોધમાર વરસાદી ખેડૂતોને રાહત થઇ હતી ખડસલી ગામની શેરીઓમાં વરસાદી પાણી નીકળ્યા હતા . વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં વરસાદની આશાઓ બંધાણી છે .
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
