<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ગોંડલમાં ધોધમાર વરસાદ ખાબક્યો : ઉમવાડા અન્ડરપાસમાં ભરાયેલા વરસાદી પાણીમાં ST બસ ફસાઈ

જૂનાગઢ દાહોદ રૂટની બસ બ્રિજ નીચે પાણીમાં બંધ પડી જતા પેસેન્જર મુશ્કેલીમા મુકાયા

રાજકોટના ગોંડલમાં ભારે વરસાદથી પાણી ભરાઈ જતાં ST બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. જૂનાગઢ દાહોદ રૂટની બસ  બ્રિજ નીચે પાણીમાં બંધ પડી જતા પેસેન્જર મુશ્કેલીમા મુકાયા હતા. બનાવની જાણ થતા જ સ્થાનિક આગેવાનો અને એસટી સ્ટાફ પહોંચ્યો હતો.  એસટી બસમા ચાલીસેક જેટલા મુસાફરો સવાર હતા. એસટી સ્ટાફ દ્વારા નગરપાલિકા ફાયર ફાયટરના સ્ટાફને જાણ કરાઈ હતી  દર ચોમાસામા આ ઉમવાડા અન્ડર પાસ બ્રિજમા વરસાદી પાણી ભરાય છે એસટી બસ મા બેસેલ તમામ મુસાફરો સુરક્ષિત છે.

(8:37 PM IST)