તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
ભારે વરસાદથી કચ્છ મુંબઈ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયો: ભુજથી ઉપડેલી ટ્રેનો અધવચ્ચે અટવાઈ
કચ્છ એક્સપ્રેસ ભીલાડમાં, સયાજી અંકલેશ્વરમાં અટકી, આજે મુંબઈથી ઉપડતી ટ્રેનોને થશે અસર

(વિનોદ ગાલા દ્વારા )ભુજ તા.૬ મુંબઈમાં અતિ ભારે વરસાદ નાં કારણે ભુજ, ગાંધીધામ મુંબઈ ટ્રેન વ્યવહાર ઉપર અસર પડી છે. ગઈકાલે રાત્રે ૧૦/૩૫ ના ભુજથી ઉપડેલી સયાજીનગરી એકસપ્રેસ ટ્રેન ૨૦૯૦૮ ને આજે સવારે અંકલેશ્વર સ્ટેશને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવેલ છે. એટલે આજે તા. ૬/૭/૨૮ સયાજી નગરી એકસપ્રેસ ૨૦૯૦૭ મુંબના દાદર સ્ટેશનનાં બદલે અંકલેશ્વર થી રાત્રે ૮.૦૦ વાગે ગાંધીધામ, ભુજ જવા ઉપડશે.
જ્યારે ગઈકાલે રાત્રે ભુજથી ૮/૨૫ વાગ્યે ઉપડેલી કચ્છ એકસપ્રેસ સુપર ફાસ્ટ ટ્રેન ૨૨૯૫૬ હમણાં (બપોરે ૧ વાગે) વાપી નજીક ભીલાડ સ્ટેશને ઉભી છે. જેને બાંદ્રા ટર્મિનસ સુધી લાવવાંનાં પ્રયત્ન ચાલું છે. પરંતુ પાલઘરથી વસઈ સુધી પાણી ભરાયેલા હોઈ પરિસ્થિતિ અનુસાર ટ્રેન આગળ વધે એવા સંજોગો રહેશે. આમ ભારે વરસાદે કચ્છથી મુંબઈ જતા અને આવતા પ્રવાસીઓ માટે મુશ્કેલી સર્જી છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
