તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
સાંજે બોટાદ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો
સમઢીયાળા, સેંથળી, લાઠીદડ, નાગલપર સહિતના ગામોમાં વરસાદ :શહેરના ખસ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, પાળીયાદ રોડ, ટાવર ચોક, હવેલી ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો

બોટાદ તાલુકા પંથકમાં સાંજે તુટી પડ્યો ધોધમાર વરસાદ. બોટાદ શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. સમઢીયાળા, સેંથળી, લાઠીદડ, નાગલપર સહિતના ગામોમાં વરસાદ હોવાના વાવડ આવ્યા છે. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો. બોટાદ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાની કચેરી જ્યાં આવી છે તે બોટાદ શહેરના ખસ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, પાળીયાદ રોડ, ટાવર ચોક, હવેલી ચોક સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
