<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

જસદણના મોટા દડવા ગામે હૃદયદ્રાવક ઘટના:માતા અને પુત્રીએ કૂવામાં ઝંપલાવીને સામૂહિક આપઘાત કર્યો

ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો અને ભારે જહેમત બાદ કૂવામાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના મોટા દડવા ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં માતા અને પુત્રીએ કૂવામાં ઝંપલાવીને સામૂહિક આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ કૂવામાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ આત્યંતિક પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, હાલ આટકોટ પોલીસે ગુનો નોંધીને આપઘાત પાછળનું રહસ્ય શોધવા માટે સઘન તપાસ તેજ કરી છે.

(12:33 AM IST)