<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

કચ્છ જિલ્લામાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સતર્ક: ખાસ વોર્ડ અને જરૂરી જીવનરક્ષક દવા અને ORS નો જથ્થો ઉપલબ્ધ

ખેત મજૂરો અને ખુલ્લામાં કામ કરતા શ્રમિકોને પણ વિશેષ કાળજી લેવા અને લક્ષણો દેખાય તો તુરંત સારવાર લેવા અપીલ કરાઈ

કચ્છ જિલ્લામાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે સતર્ક બન્યું છે. સતત વધી રહેલા પારો અને અસહ્ય ગરમીને પગલે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે સંભવિત હીટ સ્ટ્રોકની સ્થિતિને પહોંચી વળવા માટે કચ્છનું આરોગ્ય વિભાગ પૂરેપૂરું સજ્જ થયું છે.

 

જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હીટ સ્ટ્રોકના દર્દીઓની તાત્કાલિક સારવાર માટે ખાસ વોર્ડ અને જરૂરી જીવનરક્ષક દવાઓ તેમજ ORS નો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. 

 

તબીબોએ ખાસ ચેતવણી આપી છે કે બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન ગરમીનું પ્રમાણ સૌથી વધુ હોય છે, તેથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહાર જવું અનિવાર્ય હોય, તો નીચે મુજબની સાવચેતી રાખવી હિતાવહ છે. જો બહાર જવું જરૂરી હોય તો માથું ઢાંકી રાખવું અને પૂરતું પાણી પીવું જરૂરી હોવાનું જણાવાયું છે. ગરમીના કારણે ડિહાઇડ્રેશન, ચક્કર આવવું, ઊલટી, થાક અને બેહોશી જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.

 

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, હીટ સ્ટ્રોકનો સૌથી વધુ ખતરો નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓ પર રહેલો છે. આ ઉપરાંત ખેત મજૂરો અને ખુલ્લામાં કામ કરતા શ્રમિકોને પણ વિશેષ કાળજી લેવા અને લક્ષણો દેખાય તો તુરંત સારવાર લેવા અપીલ કરાઈ છે. ગરમીના કારણે ડિહાઇડ્રેશન, ચક્કર આવવું, ઊલટી, થાક અને બેહોશી જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અપીલ કરવામાં આવી છે. 

 

આરોગ્ય વિભાગ દ્વારા ગામડાઓ સુધી જાગૃતિ ફેલાવવા માટે ટીમોને સક્રિય કરવામાં આવી છે. લોકોને ગરમીથી બચવા માટેના ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને ORS પીવાનું, લીંબુ પાણી, છાશ જેવા પ્રવાહી પદાર્થોનું સેવન વધારવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. કચ્છમાં આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે.

 

(1:54 PM IST)